તા. ૪ ડિસેમ્બર ૨૦૧૩માં નારાયણ સાઈની દિલ્હી-હરિયાણા બોર્ડર પરથી ધરપકડ કરાઈ હતી : નારાયણ સાંઈ ૬૪ મહિનાનથી લાજપોર જેલમાં છે
સુરત, તા.૨૬
નારાયણ સાંઈ સામે સુરતની યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ૬ ઓક્ટોબર ૨૦૧૩નાં રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને ૪ ડિસેમ્બર ૨૦૧૩નાં રોજ હરિયાણાનાં કુરુક્ષેત્રમાંથી નારાયણ સાંઈની ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લાં સાડા પાંચ વર્ષથી તેની સામે કેસ ચાલી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઇએ કે સુરતની એક મહિલા સાથે બળાત્કારનાં આરોપમાં ફરાર થયેલાં નારાયણ સાંઈની દિલ્હી-હરિયાણાની બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી. આસારામ બાપૂનાં પુત્ર નારાયણ સાંઈ વેશ બદલીને ફરતા હતાં. સુરત સ્થિત બે બહેનોએ આસારામ અને તેમનાં પુત્ર નારાયણ સાંઈ પર યૌન ઉત્પીડનાં આરોપ લગાવ્યાં હતાં. જ્યાર બાદ સુરત પોલીસે જહાંગીરપૂરા પોલીસ સ્ટેશનમાં ૬ ઓક્ટોબરનાં રોજ બંને વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. બંને બહેનોમાં નાની બહેને નારાયણ સાંઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ એવો હતો કે નારાયણ સાંઈએ ૨૦૦૨થી ૨૦૦૫ દરમિયાન સુરત આશ્રમમાં યુવતીનું સતત યૌન શોષણ કર્યુ છે.
સુરતનાં જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવ્યાં બાદ આસારામ વિરૂદ્ધ ફરિયાદને અમદાવાદનાં ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સ્થાનાંતરિત કરવામાં આવી. કારણ કે કથિત ઘટના એ જ વિસ્તારમાં થઈ હતી. બંને બહેનોમાંથી મોટી બહેને આસારામ પર ૧૯૯૭થી ૨૦૦૬ દરમિયાન સતત યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. તે સમયે તે અમદાવાદ શહેરનાં બહારી વિસ્તારમાં આશ્રમમાં રહેતી હતી. રાજસ્થાનનાં પોતાનાં જોઘપુર આશ્રમમાં એક કિશોરીનાં યૌન ઉત્પીડન કરવાનાં આરોપમાં ૭૨ વર્ષીય આસારામની ઓગસ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હજી સુધી પણ છેલ્લાં ૬૪ મહીનાથી સતત જેલમાં જ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



