સુરતમાં ૭૨ કેન્દ્રોમાં ગુજકેટની જુદા-જુદા ત્રણ તબકકામાં પરિક્ષા

0
6

એન્ટ્રન ટેસ્ટ માટે સુરતમાં કુલ ૧૬૭૪૪ વિદ્યાર્થીઓ નોંધાય છે.
સુરત, તા.૨૬
ધોરણ ૧૨ ઉત્તીર્ણ કર્યા બાદ ડિગ્રી એન્યિનિયરીંગ તથા ડિગ્રી ડિપ્લોમાં ફાર્મસીમાં જવા ઈચ્છનાર વિદ્યાર્થીïઅો માટે આજે રાજ્ય સરકાર દ્વારા ગુજકેટની પરીક્ષા આયોજિત કરી છે. સુરત શહેરમાં ૭૨ પરીક્ષા કેન્દ્ર પર ૧૬૭૪૪ પરીક્ષાર્થીઅો નોîધાયા છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મળતી માહિતી મુજબ આજે સમગ્ર રાજ્યમા ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. સવારથી જ સાંજ સુધી ત્રણ તબક્કામા઼ ગુજકેટની પરીક્ષા લેવાઈ. સવારે ૧૦ થી ૧ના સમયગાળા દરમિયાન ફિઝિકસ અને કેમેસ્ટ્રીનો પેપર હતો. બીજી પરીક્ષા બપોરે ૧ થી ૨ સુધી બાયોલોજી વિષયની હતી અને ત્રીજા તબક્કો બપોરે ૩ થી ૪ દરમિયાન મેથ્સની પરીક્ષા લેવામાં આવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ ઉત્તીર્ણ કરનારા વિદ્યાર્થીઅોએ ડિગ્રી એન્જિનિયરીંગ અને ડિગ્રી-ડિપ્લોમાં ફાર્મસી ગુજરાતની કોલેજામાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા ફરજિયાત પાસે કરવાની હોય છે. આજે ૨૬ મી એપ્રિલના રોજ સમગ્ર રાજ્યમાં એક સાથે ગુજકેટની પરીક્ષા યોજાઈ સુરતમાં ૭૨ બિલ્ડિંગ બિલ્ડિંગો ખાતે ૮૩૯ બ્લોકમાં સવારે ૧૦ થી સાંજે ૪ વાગ્યા સુધી ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. સુરત ખાતે ગુજકેટની પરીક્ષામાં ૧૬૭૪૪ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા હતા. સવારથી શાંતિપૂર્વક પ્રસરતા પોલીસ બંદોબસ્ત સાથેગુજકેટની પરીક્ષા શરૂ થઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY