પેકેઝ્ડ ડ્રિકિંગ વોટરના કારખાનાઑમાં તપાસ

0
8

સુરત, તા.૨૬
ડેપ્યુ. કમિશનર હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝીગ્નેટેડ ઑફિસરની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ ઉનાળાની સીઝનને ધ્યાને રાખી તા.૨૫-૪-૨૦૧૯નાં રોજ ફુડ વિભાગના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરત શહેર વિસ્તારમાં આવેલ પાણીના પ્લાન્ટની સ્થળ તપાસ કરી પેકેઝ્ડ ડ્રિકિંગ વોટરના કુલ નવ નમૂના લઈ પૃથ્થકરણ સારૂં લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. જેનો રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા દેવાંગી બેવરેજીસ, હર્ષ બેવરેજીસ, આસમાની સેલ્સ કોર્પોરેશન, સીટી મીનરલ વોટર, શીખા એન્ટરપ્રાઈઝ, ફ્લોરા વોટર, ફ્લોરા વોટર, ભવાની હેલ્થ કેર અને સ્વીટ વોટરનો સમાવેશ થાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY