રાજપીપળા શહેરમાં કારોબારી ચેરમેનની લાલ આંખ બાદ યુદ્ધના ધોરણે સફાઈ 

0
66

જાણવા મળ્યાં મુજબ કેટલાક સફાઈ કામદારો લગ્નમાં ગયા હોવાથી શહેરમાં ગંદકી હતી પરંતુ કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલની કડક સૂચના બાદ તમામ કચરાપેટીઓ ખાલી કરાઈ 

રાજપીપળા : રાજપીપળા શહેરના અમુક વિસ્તારો ગંદકીથી ખદબદતા હતા જયારે દરબાર રોડ પારેખખડકીમાં ત્રણેક દિવસથી સફાઈ કામદાર ફરક્યા ન હતા કે ડોર ટુ ડોર કચરા વાળી બહેનો પણ નિયમિત આવતી ન હોય આ બાબતનો અહેવાલ જંગ એ ગુજરાત એ પ્રસિદ્ધ કરતા સોસીયલ મીડિયા પર આ અહેવાલને ભારે સમર્થન મળ્યું અને એક બાદ એક અલગ અલગ વિસ્તારની ગંદકીની તસવીરો મૂકી લોકો એ સફાઈ બાબતે પાલિકા તંત્ર ઉદાસીન વલણ અપનાવતું હોવાની કોમેન્ટ કરી બાદમાં પાલિકાના કારોબારી ચેરમેન અલ્કેશસિંહ ગોહિલે આ બાબતે લાલ આંખ કરતા તાત્કાલિક શહેરમાં ઉભરાતી કચરા પેટીઓ ખાલી કરી સફાઈની સૂચના આપતા મોટાભાગના વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ શરુ કરાઈ હતી જોકે અમુક ફળિયાઓમાં હજુ સફાઈ કામદારો લગ્નમાં હોવાથી સફાઈ બાકી છે જે શનિવારે થશે એમ જાણવા મળ્યુ હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY