કામરેજ કેનાલ રોડ શ્રી ગેલ અંબે ધામમાં રવિવારે ભવ્ય મહોત્સવ

0
7

મહાપ્રસાદ તથા લોક ડાયરાનું પણ આયોજન
સુરત, તા.૨૬
ભારતીય સંસ્કૃતિમાં અનેક પ્રકારના ઉત્સવો ઉજવવાની પ્રાચીન પરંપરા છે જેના કારણે ભારતીય સંસ્કૃતિïની આગવી ઓળખ છે.
સંસ્કૃતિના પ્રતિકરૂપી અને વર્ષોથી ઉત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવાની પરંપરા જાળવી રાકવા શ્રી ગેલ અંબે પરિવાર ટ્રસ્ટ સુરત દ્વારા એકવીસમો ઉત્સવનું આયોજન કરેલ છે. આ ઉત્સવ ૨૮-૪-૨૦૧૯ના રોજ છે. સુરત જિલ્લાના કામરેજ કેનાલ રોડ પર આવેલ શ્રી ગેલ અંબે ધામમાં ૨૧મો ઉત્સવમાં માતાજીની સ્થાપના વિધિ, નવકુંડી યજ્ઞ, ઉત્સવ સમારંભ સહિતના કાર્યક્રમો ખૂબ જ ધામધૂમથી ઉજવાશે અને રાત્રે ભવ્ય ડાયરાનો કાર્યક્રમ થશે.
આ મહોત્સવમાં આશીર્વચન કેશવભા પટેલ, અધ્યક્ષ તરીકે ડો. પી.સિંઘ, ઉદ્ઘાટક તરીકે વિનુભાઈ માલવીયા અને રમેશભાઈ ધડુક સહિત અનેક મહાનુભાવો ખાસ પધારશે. આ કાર્યક્રમમાં ગેલ અંબે પરિવારના સભ્યો ખાસ પદારવા હાર્દિક આમંત્રણ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY