ફેસબુક યુઝર્સ સાવધાન…વિદેશી મહિલાએ યુવકને રૂ. ૨.૮૧ લાખની ટોપી પહેરાવી

0
5

સુરત,તા.૨૬
સુરતના વરાછામાં મરઘાં કેન્દ્ર પાસે કિરણપાર્ક સોસાયટીમાં રહેતા ૨૩ વર્ષીય ગોપાલભાઇ વાલજીભાઇ ગાંગાણી મેડિકલ સ્ટોરમાં જાબ કરે છે. તેમના ભાઇ દિલીપની ફેસબુક ઉપર એક વિદેશી યુવતી સાથે ફ્રેન્ડશિપ થઇ હતી. તે યુવતી અંગ્રેજીમાં ચેટિંગ કરતી હોય દિલીપને વાચતીમાં ફાવટ નહીં આવતા ગોપાલ તે ફેસબુક ફ્રેન્ડ સાથે ચેટિંગ કરો હતો. આ રીતે ફ્રેન્ડશિપ કરી વાતોમાં ભોળવી તે યુવતીએ ગોપાલને પોતાના વોટ્‌સએપ નંબર આપ્યો હતો. વોટ્‌સએપ ઉપર ચેટિંગ સાથે ફોટાની પણ આપ-લે થઇ હતી.
દરમિયાન આ યુવતીએ વિશ્વાસ કેળવી સરપ્રાઇઝ ગિફ્ટ આપવાની ગોપાલનેસ્કીમ આપી હતી. કંપનીની એનિવર્સરી હોય આઇફોન, આઇપેડ, ગોલ્ડ ચેઇન, ઘડિયાળ, પરફ્યુમ, પાઉન્ડ વગેરે આપવાની વાત કરવા સાથે આ મોંઘીદાટ ગિફ્ટના ફોટા પણ વોટ્‌સએપ ઉપર મોકલી આપ્યા હતા. ઉપરાંત ગોપાલ પાસે એડ્રેસ પણ મેળવી લીધું હતું.
ઇન્ટરનેશનલ ટ્રાન્સફર કોડ જનરેટ કરવાના નામે પણ રૂ. .૮૪ લાખ મળી કુલ રૂપિયા ૨.૮૧ લાખ પડાવી લીધા હતા. બાદમાં ભેજાબાજાએ ગોપાલભાઇને રિઝર્વ બેન્ક લેટર ઓફ ગેરન્ટીનું પ્રમાણપત્ર સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમનું પૂજા શર્માના નામનું આઇડી કાર્ડ સહિતના બનાવટી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. આ રીતે ગિફ્ટના નામે જાળમાં ફસાવી ગોપાલભાઇ પાસેથી રૂ. ૨.૮૧ લાખ પડાવી લીધા હતા. ફરિયાદના આધારે પોલીસ વધુ તપાસ હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY