દહેજનાં રૂપિયાથી લહેર કરતા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

0
9

સુરત,તા.૨૬
સુરતના કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે પટેલ કોમ્પ્લેક્સમાં રહેતા મેઘનાબેનના લગ્ન ૨-૩-૧૪ના રોજ ભૃગેશ ભાવેશભાઇ રવાણી અમદાવાદના રહેવાસી સાથે થયા હતા. લગ્નના એક માસ પતિ અને સાસુ સસરાએ દહેજ અંગે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ઘરકામ બાબતે પણ મહેણાં ટોણા મારી તેઓ અત્યાચાર ગુજારતા હતા. સાસરિયાંઓના ટોર્ચરિંગથી કંટાળી મેઘનાબેન એચડીએફસી બેંકના લોન વિભાગમાં નોકરીએ જાડાયા હતા.
સેલેરીની રકમ પણ સાસરિયાં પચાવી પાડતા હતા. દહેજની રકની સાથોસાથ તેઓ પિયરિયાએ આપેલી એફડીની રકમ પણ ઉપાડી લીધી હતી. ત્યારબાદ પતિએ ઓસ્ટ્રેલિયા જવાની જીદ પકડી પિયરથી નાણાં લઇ આવવા મેઘનાબેન ઉપર ભારે દબાણ કર્યું હતું. દરમિયાન મેઘનાબેનના પતિએ મેઘનાને સાથે લઇ જવાની શરતે ઓસ્ટ્રેલિયા જવા માટે ભૃગેશને ૮ લાખ આપ્યા હતા.
જેના થકી ભૃગેશે સ્ટુડન્ટ વિઝા અને મેઘનાના ડેપેન્ડન્ટ વિઝા મેળવી ગત તા. ૧૬-૨-૧૯ના રોજ ઓસ્ટ્રેલિયા ગયા હતા. જ્યાંથી ભૃગેશે યેનકેન પ્રકારે સપ્તાહમાં મેઘનાને ફરી સુરત મોકલી આપી હતી. તેણી અમદાવાદ સ્થિત સાસરીમાં ગઇ તો સાસુ સસરાએ તેણીને ઘરમાંથી કાઢી મૂકી હતી. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં રહેતો પતિ ભૃગેશ છૂટાછેડા લેવા દબાણ કરતો હતો અને કોલ પણ કરતો ન હતો. હાલ કતારગામ પોલીસમાં પતિ ભૃગેશ રવાણી, સસરા ભાવે રવાણી અને સાસુ ભાવના રવાણી સામે ફરિયાદ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY