ચૂંટણી તંત્રએ તૈયારીઓને આખરી અોપ આપ્યો
મતગણના માટે ૨૫૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ નિયુક્ત : કુલ ૧૨૪ રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે
સુરત, તા. ૨૧
લોકસભા સામાન્ય્ ચૂંટણી-૨૦૧૯ની ૨૪-સુરત બેઠકની મતગણતરી પીપલોદ સ્થિત એસ.વી.એન.આઈ.ટી. કોલેજ કેમ્પસ ખાતે કાલે તા.૨૩/૫/૨૦૧૯ના રોજ મતગણતરી સવારે ૮-૦૦ વાગ્યાથિી શરૂ થશે. ૨૪-સુરત લોકસભામાં સમાવિષ્ટ સાત વિધાનસભા વિસ્તા ર મુજબ અલગ-અલગ હોલમાં કુલ ૧૨૪ રાઉન્ડ્માં મતગણતરી યોજાશે.
બેઠકમાં સમાવિષ્ટર સાત વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ-અલગ રૂમમાં ૧૪ ટેબલની વ્ય વસ્થાં કરવામાં આવી છે. દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર, એક માઇક્રોઓબ્ઝ ર્વર અને એક મતગણતરી સહાયક રહેશે. મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતગણતરી માટે કુલ ૧૫૦૦ થી વધુ અધિકારી તથા કર્મચારીઓ ફરજ બજાવશે.
સાત વિધાનસભા મતદાર વિસ્તારર મુજબ ૧૪ ટેબલ મળી કુલ ૯૮ ટેબલ તથા ટપાલમતપત્ર માટે અલગ હોલમાં ચાર ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. મેડીકલ ટીમના અને મહાનગરપાલિકા ફાયર વિભાગ, બી.એસ.એન.એલ., જી.ઈ.બી. સહિત વિવિધ વિભાગના કર્મીઓ પણ તેમને સોંપવામાં આવેલી કામગીરી પ્રમાણે ફરજ બજાવશે. જ્યા.રે કાયદો વ્યહવસ્થાથ જાળવણી માટે ૭૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મીઓ તેમજ હોમગાર્ડઝને તહેનાત કરવામાં આવ્યા છે.
સુરત લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મતગણતરીના થનાર રાઉન્ડાની વિગતો જોઇએ તો ૧૫૫-ઓલપાડ વિધાનસભામાં ૩૧ રાઉન્ડબ, ૧૫૯-સુરત પૂર્વમાં ૧૬ રાઉન્ડિ, ૧૬૦- સુરત ઉત્તરમાં ૧૨ રાઉન્ડપ, ૧૬૧-વરાછામાં ૧૫ રાઉન્ડ૯, ૧૬૨-કરંજમાં ૧૩ રાઉન્ડ , ૧૬૬-કતારગામ વિધાનસભામાં ૨૧ રાઉન્ડઉ અને ૧૬૪-સુરત પશ્વિમ માટે ૧૬ રાઉન્ડમ મળીને કુલ ૧૨૪ રાઉન્ડમાં મતગણતરી થશે. પોસ્ટલ બેલેટની મતગણતરી માટે અલગ રૂમની વ્યપવસ્થા કરવામાં આવી છે. બેલેટ ગણતરી માટે એ.આરઓ., અધિકારીઓ, મામલતદાર, કારકુન સહિત કુલ ૩૦ અધિકારી/ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





