સિવાન સેવા સમિતિ દ્વારા મજૂર પરિવારોમાં ૧૨૦૦ ધાબળા વિતરીત કરાયા
સુરત, તા.૨૬
સુરત જિલ્લામાં સેવાકીય પ્રવૃત્તિ કરતી સિવાન સેવા સમિતિ દ્વારા ગામડાઓ માં અતિશય ઠંડીથી બચવા માટે ખેતરોમાં કામ કરતï મજૂરો ઝુંપડાઓમાં રહેતાં તેમજ રેન બસેરામાં રહેતા પરિવારોને ૧૨૦૦ જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના મંત્રી વિમલ બાલરે જણાવ્યું હતું કે, સંસ્થાના અધ્યક્ષ સોહનજી ગોલેછા, મંત્રી વિમલ બાલર, સહ કોષાધ્યક્ષ અરૂણ કાનુંગા, કાર્યકારણી સદસ્ય રણમલજી છાજેડ, મહેન્દ્રજી સહિત સદસ્યોએ ઉભેળ, પરબ, હલધરૂ, લાડવી, અલુરા, બલેશ્વર, બગુમરા, કોસમાડા, હરિપુરા, ડાંભાï, જાળવા સહિત રેન બસેરા જેવા સ્થળોએ જઈ ૧૨૦૦ જેટલા કમ્બલોનું વિતરણ કયુ હતું. આ કાર્યમાં સંસ્થાના વરિષ્ઠ સદસ્ય કુંદનમલજી જીરાવાળા, રમેશજી છાજેડ, રાજુજી જીરાવાલા સહિત સંજયજી જીરાવાલાનું પણ વિશેષ યોગદાન રહ્નાં હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




