મિલ્કતદાર પાસેથી રૂ.૭૫ હજારનો ચાર્જ વસુલાયો
સુરત, તા.૩૦
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૦૧, નોંધ નં. ૧૫૪૬/બ/૨ વાળી મિલ્કતમાં મિલ્કતદાર અચીનાબીબી મો. અનવર બાગવાલા દ્વારા સુરત મહાનગરપાલિકા ના મંજુર કરાયેલ પ્લાન વિરુદ્ધ બાંધકામ કરતા તા.૨૯-૦૩-૧૯નાં રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાનાં સિક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત પાંચમાં માળે આશરે ૧૫૦ ચો.ફૂટ ચણતર તથા છઠ્ઠા માલે આશરે ૬૦૦ ચો.ફૂટ આર.સી.સી. સ્લેબ દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૭૫,૦૦૦/- વહીવટી ચાર્જવસુલ લેવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




