ગોડાદરામાંથી ૩૮૪૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપાયું

0
8

મકાન માલિક સામે રૂ.એક લાખનો દંડ વસૂલવા કાર્યવાહી
સુરત, તા.૨૭
સુરત મહાનગરપાલિકા સાઉથ ઈસ્ટ ઝોનના ડે.કમિશનર એન.વી. ઉપાધ્યાયની સૂચના મુજબ અને નાયબ આરોગ્ય અધિકારી ડૉ. સંજય એસ. દાસના સીધા માર્ગદર્શન હેઠળ સાઉથ ઈસ્ટ ઝોનના આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય નિરીક્ષક, આરોગ્ય નિરીક્ષક અને મદદનીશ આરોગ્ય નિરીક્ષકની ટીમે તા.૨૬-૪-૨૦૧૯ના રોજ ગોડાદરા વોર્ડ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ અભિયાન અંતર્ગત ચેકિંગ હાથ ધરતા તે વિસ્તારના રહેણાંક પ્લોટ નં.૧૩૯, ભવાનીપાર્ક, વિભાગ-૧ના મકાનમાંથી કુલ ૩૮૪૦ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે. તેમજ તે મકાન માલિક સામે વહીવટી ખર્ચ પેટે આશરે એક લાખ રૂપિયા દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ નોટીસ આપવામાં આવે છે અને જપ્ત કરેલ પ્રતિબંધિત પ્લાસ્ટિકને ઈકોવિઝન ખાતે મોકલવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY