રૂદરપુરામાં હિન્દુ ગાર્ડન રોડ પર ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

0
7

સુરત, તા.૨૭
સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૦૨, નોંધ નં.૨૬૨૨/અ/૧૬, હિન્દુ ગાર્ડન રોડ રૂદરપુરા વાળી મિલ્કતમાં મિલ્કતદાર દ્વારા સુરત મહાનગરપાલિકાના મંજુર કરાયેલ પ્લાન વિરૂદ્ધ બાંધકામ કરતા અત્રેથી તા.૨૬-૪-૨૦૧૯ના રોજ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ વિભાગ, દબાણ ખાતાનાં સ્ટાફ તથા સુરત મહાનગરપાલિકાના સીક્યોરિટી સ્ટાફની મદદથી ડિમોલીશન કરવામાં આવેલ. જે અંતર્ગત છઠ્ઠા માળે આશરે ૨૩૫ ચો.ફુટ માપ વિસ્તારમાં આર.સી.સી. સ્લેબ દૂર કરવામાં આવેલ છે. તેમજ ડીમોલીશન પેટે રૂ.૫૦,૦૦૦ વહીવટી ચાર્જ તથા ડીમોલીશન પેટે વસૂલ લેવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY