મેંગો જ્યૂસ વેચતી દુકાનોમાં પણ તપાસ
સુરત, તા.૨૭
ડે.કમિશનર હેલ્થ અને હોસ્પિટલ અને ડેઝીગ્નેટેડ ઓફિસરની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ ઉનાળાની સીઝનને ધ્યાને રાખી તા.૨૬-૪-૨૦૧૯ના રોજ અત્રેના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા સુરત શહેર વિસ્તારમાં આવેલ મેંગો મિલ્કશેકનું વેચાણ કરતી સંસ્થાઓની સ્થળ તપાસ કરી મેંગો મિલ્કશેકના કુલ ૧૮ નમૂના લઈ પૃથ્થકરણ સારૂં લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. જેના રિપોર્ટ આવ્યેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે સંસ્થાઓમાંથી રસના સેમ્પલો મેળવાયા છે. તેમાં ન્યુ ગોકુલ રસ કેન્દ્ર, શિવ ખમણ એન્ડ ફરસાણ, હરેક્રિષ્ણા રસ, શિવ એગ્રો ફુડ પ્રોડક્ટ્સ, ગોકુલ રસ ભંડાર, શ્રી ગોકુલ રસ ભંડાર, પારસ રસ માર્ટ, જૈન મેંગો જ્યુસ અને ઓમ ગોકુળ રસ ભંડારનો સમાવેશ થાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




