ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ચોરીના મોબાઈલ સાથે ચોરને ઝબ્બે કર્યા

0
9

સુરત, તા.૨૭
રિઢા મોબાઈલ ફોન એરની ડીસીબી પોલીસે ધરપકડ કરી અનેક મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવામાં સફળ થઈ હતી.
સુરત શહેરમાં ચેઈન સ્નેચીંગ અને મોબાઈલ સ્નેચીંગના ગુનાઓને શોધી કાઢવા સારૂ ડીસીબીના પો. સબ ઈનસ આર. જે. ચૌધરી તથા વિકાસ વિશ્વાસરાવ તથા ઈમરાખાન મહેરાજïખાનના મળેલ સંયુકત બાતમી હકીકતના આધારે આરોપી અસલમ ઉર્ફે સરકીટ યાકુબભાઈ પટેલ (રહેવાસી- એચ/૨ બિલ્ડિંગ નંબર ૧૭૭, રૂમ નંબર બી/૧૧ કોસાડ એસએમસી આવાસ યોજના અમરોલી, સુરત)ની ચોરીના ફોન સાથે ધરપકડ કરી હતી.
પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરેલ કે આજથી પંદરેક દિવસ પહેલાં તૌસીફ અબ્દુલ દિવાન (રહેવાસી- એચ/૨ બિ.નં. ૧૯૬ બી/૧૭ એસ.એમ.સી. આવાસ યોજના અમરોલી) પાસેથી ઉપરોકત મોબાઈલ ફોન વગર બીલે રૂપિયા ૩,૦૦૦/- ખરીદ કરેલ હોવાનું જણાવેલ જે મોબાઈલ ફોન બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયો હતો. પકડાયેલ મજકુર આરોપી વિરુદ્ધમાં અગાઉ અમરોલી પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલ છે.
આ કામગીરી પો.સબ ઈન્સ. આર. જે. ચૌધરી તથા એ.એસ.આઈ. સંજયભાઈ મુરલીધર તથા અ.હેડ. કોન્સ વિકાસ વિશ્વાસરાવ તથા અ.હેડ. કોન્સ ઈમરાનખાન મહેરાજખાન, અ.હેડ. કોન્સ શ્રવણ માનબહાદુર, અ.પો.કો. મિતલભાઈ નરસિંહભાઈનાઓએ સાથે રહી ટીમ વર્કથી કામગીરી કરેલ છે.
૦

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY