સુરત, તા.૨૭
પુણાના વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૧૬,૧૧૧ ગાયબ થઈ ગયા હતા. પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પૂણા ગામ માગુશક્તિ સોસાયટીમાં રહેતા વિદ્યાર્થી મયુરેશ પ્રકાશભાઈ પટોળીયા એ અજાણ્યા વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવવા મુજબ મુજબ ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ૯૦૦ ઉપડી ગયા હતા. જે અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદના જવાબમાં અજાણ્યા વ્યકિતએ ફોન કરીને જણાવ્યું હતું કે, તમારા પૈસા પરત જાતા હોય તો હું તમને મેસેજ મોકલુ એ નંબર સાથે મોબાઈલ નંબર ઉપર મોકલી આપો જેથી મેસેજ-નંબર મોકલી આપ્યો હતો, પરંતુ ફરી ફોન આવ્યો હતો. મેસેજ ન મળ્યો હોવાનું જણાવી ગુગલ દ્વારા રૂપયા પરત આપવાની વાત કરી કુલ્લે રૂ. ૧૬,૧૧૧ ઉપાડી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. પુણા પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





