શીતલનાથ જૈન મંદિરમાં પૂ.પંન્યાસ પ્રવરનું પ્રવચન
સુરત, તા.૨૭
ધુલિયા જિલ્લા સ્થિત અમલનેરના પ્લોટ ખાતે આવેલા શીતલનાથ જૈન મંદિરના આરાધના ભવનમાં પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી પદ્મદર્શન વિજયજી મહારાજ અને પૂ.મુનિ શ્રી પ્રીતદર્શનવિજયજીની પાવન પધરામણી થતા શ્રી સંઘમાં હર્ષોલ્લાસભર્યું વાતાવરણ જામ્યું હતું.
આ પુનિત પ્રસંગે યોજાયેલી ધર્મસભામાં પૂ.પંન્યાસશ્રી પદ્મદર્શનજી મહારાજે જણાવ્યું હતું કે, સદ્ગુરૂનો સંગ જીવનનો રંગ બદલી નાંખે છે. ઉન્માર્ગથી સન્માર્ગ તરફ લઈ જવાનું કાર્ય સદ્ગુરૂનું છે. કરોડો ભવનાં પાપ, તાપ અને સંતાપમાંથી સદ્ગુરૂ આપણને મુક્ત કરે છે. સમગ્ર જીવન દરમ્યાન ૩૬ કરોડ નવકાર મહામંત્રનું સ્મરણ કરનાર ઈનિવાસના સુવર્ણ પૃષ્ઠ ઉપર જેમનું નામ અંકિત થયું છે અને સૂરિપ્રેમના પટ્ટાલંકાર ખાનદેશ્વેદ્વારક અને મહારાષ્ટ્ર કેશરી પૂ.આ.શ્રી યશોદેવસૂરિજી મહારાજે આ ધરતીની પ્રજા ઉપર સંસ્કારોનું સિંચન કર્યું હતું. આજે પણ ધુલિયા, નાસિકï, નંદુરબાર અને જલગાંવ જિલ્લાના ભાવુકો જેમનું નામ સ્મરણ કરતાં રડી પડે છે. ખાનદેશની પ્રજાને પ્રભુમય બનાવવાનું કામ પૂ. આ.શ્રી યશોદેવસૂરિજી મહારાજે કર્યું હતું. તેઓ પૂ.આ.શ્રી રામચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય હતા છતાં પણ જીવનભર માટે પૂ. સિદ્ધાન્તમહોદધિ આ.દેવશ્રી પ્રેમ સૂરીશ્વરજી મહારાજના સાનિધ્યમાં જ સદા માટે રહ્ના હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




