સુરત, તા.૨૭
એ.કે. રોડ ખાતે મળસ્કે રસ્તા પર પાર્ક કરેલ ફોર વ્હીલ ટેમ્પોના ટાયર સળગી જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી એ.કે. રોડ જૂના સંદેશ પ્રેસની સામે રસ્તા ઉપર ફોર વ્હીલ ટેમ્પો પાર્ક કરેલ હતો. જેમાં મળસ્કે સાડા ત્રણ વાગ્યાના સુમારે અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ઓફિસર વિનોદ રોઝી વાડિયા તાત્કાલિક સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયચા હતા. ઘઉં ભરેલ ફોર વ્હીલ ટેમ્પોના પાછળના બે ટાયર સળગી ગયા હતા. ટાયર પર લાગેલી આગને કાબૂમાં લઈ ટેમ્પોïને થતું વધુ નુકસાન અટકાવ્યું હતું. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે અન્ય કોઈ નુકસાન થયું ન હતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



