સઆરઆઈસીટીની કેમકલ બ્રાન્ચને એનબીએનું એક્રેડીએશન

0
6

ગુજરાતમાં નિરમા બાદ એસઆરઆઈસીટીને એક્રીડીએશન મળ્યું
સુરત, તા.૨૭
શ્રોફ એસ.આર.રોટરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિકલ ટેક્નોલોજીની કેમિકલ એન્જિનિયરિંગ શાખાને નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશન દ્વારા એક્રીડીએશન મળ્યું છે. જેનાથી સંસ્થામાં કેમિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દુનિયાના વિકસિત દેશો જેવા કે અમેરિકા, કેનેડા, બ્રિટેન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ વગેરે દેશોમાં જાબ તથા અભ્યાસ માટે સમાન તક મળી રહેશે. નેશનલ બોર્ડ અોફ એક્રીડીટીએશનની ટીમ દ્વારા તા.૬ અને ૭મી એિ­લના રોજ ઈન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું અને આજ રોજ સંસ્થાને એનબીએ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
ગુજરાત રાજ્યમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચલાવતી માત્ર એસઆરઆઈસીટી અને નિરમા યુનિવર્સિટીને એનબીએ દ્વારા એક્રીડીએશન મળેલ છે.
સંસ્થા દ્વારા એન્વાયરમેન્ટલ સાયંસ એન્ડ ટેક્નોલોજી, કેમિકલ ટેક્નોલોજી, મિકેનિકલ અને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમને પણ આગામી ત્રણ વર્ષમાં એનબીએ દ્વારા એક્રીડીએશન મળે તે દિશામાં પ્રયત્ન શરૂ કરી દીધા છે.
નેશનલ બોર્ડ ઓફ એક્રીડીએશન દ્વારા કેમિકલ એન્જિનિયરિંગ શાખાને એક્રીડીએશન મળવાથી સંસ્થામાં કાર્ય કરતા અધ્યાપકગણ, કર્મચારીગણ, વિદ્યાર્થીઓ અને વ્યવસ્થાપક મંડળમાં આનંદની લાગણી જાવા મળી હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY