અપહરણ અને બળાત્કાર કેસમાં આરોપીનો કોર્ટમાં નિર્દોષ છૂટકારો

0
15

સુરત, તા.૨૭
વેડરોડ પ્રાણનાથ હોસ્પિટલ દરબાર નગર ખાતે રહેતા એક વિદ્યાર્થીએ કતારગામ અનાથ આશ્રમ ખાતે રહેતી એક સગીરાનું અપહરણ કરી મુંબઈ લઈ જઈ બળાત્કાર ગુજારવાના એક કેસમાં બચાવ પક્ષના એડવોકેટ ઝમીર શેખની દલીલોને ધ્યાનમાં રાખી પોકસોની સ્પેશિયલ કોર્ટે આરોપી વિદ્યાર્થીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. જોકે, પીડિતાએ પિતા દ્વારા નોîધાવવામાં આવેલી ફરિયાદને સમર્થન આપ્યું ન હતું. અને ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ ગયો હોવાનું અદાલતે પોતાના ચુકાદામાં ટાંકયું હતુ઼.
આ કેસની વિગતો એવી છે કે, વેડરોડ દરબાર નગર ખાતે ૧૯ વર્ષના વિદ્યાર્થી નિકુંજ નરેશભાઈ રાઠોડ રહે છે. ૧૫ વર્ષની સગીરા ગત તા. ૧૨/૧૦૧૭ના રોજ સાંજના સુમારે હાથી મંદિર પાસેથી અપહરણ કરી મુંબઈ ખાતે લઈ જઈ દુષ્કમ આચયુ* હતું. અને ૧૪/૧૦/૧૭ના રોજ તેને સુરત ખાતે પરત લઈ આવ્યો હતો. પોલીસે અપહરણ અને પોકસોના ગુનો નોîધી આરોપી નિકુંજ રાઠોડની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસમાં ઈન્સાફી કાર્યવાહી પુરી થતા એડવોકેટ ઝમીર શેખની દલીલોને મંઝૂર કરી અદાલતે નિકુંજ રાઠોડને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY