અનિતિથી મલેલુ ધન જીવનને શાંતિ નહીં આપે : શ્રી પદ્મદર્શન

0
7

પ્રવર મહારાજનું ધર્મસભામાં સંબોધન
સુરત, તા.૨૯
શ્રી વાસુપૂજ્ય સ્વામી શ્વે.મૂ.પૂ. જૈન સંઘ જલગાંવ સ્થિત પૂ.પંન્યાસ પ્રવર શ્રી પદ્મદર્શનવિજયજી મહારાજે ધર્મસભા સમક્ષ જણાવ્યું હતું કે, આપણે મેળવીએ છીએ તેનાથી જીવન ચાલે છે, પણ આપીએ છીએ તેનાથી જીવન બને છે. અત્યાર સુધી કેટલું મેળવ્યું એ મહત્ત્વનું નથી પણ કેવી રીતે મેળવ્યું તે મહત્ત્વનું છે. અન્યાય, અનીતિ, કાવાદાવા, ભ્રષ્ટાચાર અને ભેળસેળ દ્વારા મેળવેલું ધન તમારા જીવનને શાંતિ, સમાધિ અને સ્વસ્થતા નહીં આપી શકે. રોજ તમારા ઘરમાં સંઘર્ષો અને સંકલેશની આગ સળગતી રહેશે. કોઈને માનસિક ત્રાસ આપ્યા પછી મેળવેલુ ધન હાથ અને નિઃશાસામાંથી આવ્યું છે. આ ધન તમને કઈ રીતે તંદુરસ્ત રાખી શકે ? મેળવવાની લ્હાયમાં માણસ બેભાન થઈ જતો હોય છે. વિવેકથી ભ્રષ્ટ થઈ જાય છે. વિવેક ભ્રષ્ટતા જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં દુઃખી બનાવે છે. અનીતિથી મેળવેલા ધનથી જીવન ક્યારે પણ ચાલતું નથી. જીવન ચાલે છે એ માત્ર તમારી ભ્રમણા છે. ન્યાય, નીતિ અને સદાચારના માર્ગે આવેલી લક્ષ્મી જીવનને માત્ર ચલાવતી જ નથી પણ દોડાવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY