વગર કારણે ઝઘડો કરી યુવકને તીક્ષ્ણ હથિયાર મારી દીધું
સુરત, તા.૨૬
પરવત ગામ સીલીકોન ફલેટ પાસે અજાણ્યા વ્યકિતએ એક યુવક ઉપર ચપ્પુથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
લીંબાયત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ડીંડોલી અમીધારા નગરમાં રહેતા સુરજ રાજનારાયણ ગુપ્તાનો મોટાભાઈ દાન બહાદુર (ઉ.વ. ૨૫) પરવત ગામ સીલીકોન ફલેટ પાસેથી પસાર થતો હતો. તે વેળા અજાણ્યા વ્યકિતએ ફરિયાદીના ભાઈ સાથે ઝઘડો કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોîચાડી હતી. બનાવ અંગે લીંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ પોલીસે તુરંત ઘટનાની તપાસ હાથ ધરી આરોપી હુમલાખોરને તાકીદે ઝડપી પાડવા વિવિધ શકયતાઅોને આધારે જુદા જુદા સ્થળે તપાસ હાથ ધરી હોવાનું માહિતગાર પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



