ઈન્ટરનેશનલ ઈકવાન્ડોમાં સાગર ઠાકરનો ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ

0
230

ગુજરાતી ખેલાડી સાગરનો ઉત્કૃષ્ટ દેખાવ
સુરત, તા.૨૬
તાજેતરમાં જ ઉઝબેકિસ્તાન-તાશ્કંદ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય ટાઈકવાન્ડો સ્પર્ધામાં પુરૂષ વિભાગમાં ૧૮ થી વધુ દેશોના સ્પર્ધકો વચ્ચે ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતી સાહસિક યુવાન સાગર ઠાકરે ઉત્કૃષ્ટ દેખાવ થકી વાહવાહ લૂંટી હતી.
અનેક અવનવા પરાક્રમો થકી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ સ્થાન મેળવી ચૂકેલા સાગર ઠાકરે પુરૂષોના વિભાગમાં ભારત વતી ઉજળો દેખાવ કરી ક્વાર્ટર ફાઈનલ સુધી છલાંગ લગાવી હતી. અંતિમ દોઢ દશકાથી કેન ટાઈકવાન્ડો એકેડેમી ચલાવી રહેલા સાગર ઠાકરના કુશળ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ આજસુધીમાં બાર હજારથી વધુ ખેલાડીઓ તાલીમ લઈ ચૂક્યા છે અને અનેક ખેલાડીઅો જિલ્લાકીય તેમજ રાજ્ય સ્તરીય બ્લેક બેલ્ટ પણ મેળવી ચૂક્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY