નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં સજા સંદર્ભે બચાવ પક્ષની દલીલ

0
11

બચાવ પક્ષ બાદ મહત્તમ સજા અંગે સ્પે. પ્રોસીક્યુટર કોર્ટમાં દલીલો કરશે
સુરત, તા.૩૦
શહેરની પીડિતા સાથે દુષ્કર્મ કરવાના એક કિસ્સામાં ૨૬મી એિ­લના રોજ અદાલતે નારાયણ સાંઈ ઉર્ફે મોટા ભગવાન સહિત પાંચ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા અને સજાનો હુકમ ૩૦મી એિ­લના રોજ રાખવામાં આવ્યો હતો. જે મુજબ આજે સવારે નારાયણ, ગંગા, જમના, હનુમાન તથા ડ્રાઈવર રમેશ મલ્હોત્રાને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે લાજપોર જેલમાંથી કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. સજા અંગેની દલીલો બચાવપક્ષના એડવોકેટ બી.એમ. ગુપ્તા, કલ્પેશ દેસાઈ, વિરલ ચલીયાવાળા દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ દલીલો પૂરી થયા બાદ સ્પેશિયલ પ્રોસીક્યુટર પી.એન. પરમાર મહત્તમ સજા અંગેની દલીલો કરશે. આ ગુનાની તપાસ નિવૃત્ત એસીપી મુનશીએ કરી હતી.
આ કેસની વિગતો એવી છે કે, અોક્ટોબર ૨૦૧૩ના રોજ શહેરની પીડિતાએ જહાંગીરપુરા પોલીસ મથકમાં જહાંગીરપુરા આશારામ આશ્રમના નારાયણ સાંઈ ઉર્ફે મોટાભગવાન સામે બળાત્કારની ફરિયાદ નોîધાવી હતી. આ ગુનાની તપાસ કરનારા પૂર્વ અને નિવૃત્ત હાલમાં એસીપી મુનશીïએ હરિયાણા-કુરૂક્ષેત્ર ખાતેથી નારાયણ સાંઈની ધરપકડ કરી હતી. સુરત કોર્ટમાં રજૂ કરી તેમના પોલીસ રિમાંડ પણ લેવામાં આવ્યા હતા. જાકે, આ ગુનામાં કુલ્લે ૩૦ થી વધુ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે નારાયણ સાંઈ, ગંગા (ધર્મિષ્ઠા મિશ્રા), જમના (ભાવના પટેલ), હનુમાન (કૌશલ ઠાકુર), રમેશ મલ્હોત્રા ( ડ્રાઈવર), નેહા દિવાન તથા અજય દિવાન સહિત અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કર્યા બાદ અદાલતે ઈન્સાફી કાર્યવાહી શરૂ કરી હતી. ૬૪ મહિનાથી નારાયણ લાજપોર જેલમાં છે. ૨૬મી એિ­લના રોજ બળાત્કાર કેસમાં આરોપીઅોનો ચુકાદો જાહેર કરવામાં આવતા અદાલતે નારાયણ સાંઈ, ગંગા, જમના, હનુમાન અને રમેશ મલ્હોત્રાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જ્યારે બચાવપક્ષના એડવોકેટ વિનય શુકલાની દલીલોને ધ્યાનમાં રાખી દિલ્હીના વતની નેહા દિવાન અને અજય દિવાનને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જોકે, નારાયણ ગંગા, જમના, અને હનુમાનને આઈપીસી ૩૭૬ (૨) (સી)માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY