સુરત, તા.૩૦
ગતરોજ બપોર બાદ વિયર કïમ કોઝવે ખાતે તાપી નદીમાં ન્હાવા માટે પડેલા સાત યુવાનો પૈકી એક યુવક પાણીમાં તણાઈ ગયો હતો. ડૂબી ગયેલ યુવકનો મૃતદેહ આજે સવારે વિયર નજીક પાણીમાંથી મળી આવતા ફાયર સ્ટાફે ચોકબજાર પોલીસને કબજો સોîપ્યો છે.
સુરત ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગતરોજ બપોર બાદ અસહ્ના ગરમીથી રાહત અનુભવવા માટે સહારા દરવાજા પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા સાત યુવાનો ન્હાવા પડ્યા હતા. સાત યુવાનોને થોડુ ઘણું તરતા આવડતું હતું. પરંતુ એક યુવક પાણીમાં ડૂબી ગયો હતો. મિત્રને પોતાની નજર સામે ડૂબતા જાઈ અન્ય મિત્રો ગભરાઈ ગયા હતા. કોઝવેના પાણીમાંથી બહાર નીકળીને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર સ્ટાફે કોઝવેના પાણીમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. જળકુંભીના લીધે શોધખોળમાં મુશ્કેલી આવતી હતી. અંધારૂ થયા બાદ શોધખોળ આટોપી લેવાઈ હતી. ગુમ થયેલ હસમુખ રાજુ નાયકા ઉ.વ.૧૭ રહે. સહારા દરવાજા ઝુંપડપટ્ટીને શોધવા માટે આજે સવારે ફરી ફાયરની ટીમ કોઝવેમાં ઉતરી હતી. સવારે ૧૦.૩૦ વાગ્યાના સુમારે તાપી નદીના પાણીમાંથી યુવકની લાશ મળી આવી હતી. આ લાશ હસમુખ નાયકાની હોવાની ઓળખ થતા ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



