ઉધના પોલીસે ગાયત્રીનગરમાંથી જુગારીઓને ઝડપી પાડ્યા
સુરત, તા.૩૦
પીસીબી અને ઉધના પોલીસે જુગાર રમતા ૧૪ જુગારીની ધરપકડ કરી હતી.
પીસીબી પોલીસે બાતમીના આધારે લીંબાયત પદ્માવતી સોસાયટીમાં દરોડા પાડી જુગાર રમતા અમિત મહેશ્વરી, સુરજ જાગેલ, ફારૂખ શેખ, ઈકબાલ શેખ, મો.શફીક અંસારી, ભાવેશ ચૌહાણની ધરપકડ કરી ભાગી જનાર ચાંદનાને વોન્ટેડ જાહેર કરી રોકડા રૂ.૭૮૮૬૦, ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ.૮૮૩૬૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જ્યારે ઉધના પોલીસે ઉધના ગાયત્રીનગર-૧ મકાન નં.૩૪માં જુગાર રમતા વિજય મકવાણા, અજય ઢોલે, પ્રવિણ પાટીલ, મીઠુ જાષી, ગૌરવ જીતેન્દ્ર, નરેશ સોસા, વિનોદ સોસા, રાકેશ પાલની ધરપકડ કરી બે મોટર સાયકલ ૧૦ મોબાઈલ ફોન, રોકડા મળી કુલ રૂ.૧,૬૭,૧૦૫નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




