બજારમાંથી કરોડો રૂપિયાનો માલ ખરીદી એ.કે. રોડના વેપારીનું ઉઠમણું

0
6

દુકાન બંધ કરી વેપારી છૂ થઈ જતા લેણદારો પોલીસ મથકે દોડી ગયા
સુરત, તા.૩૦
વરાછાના બે વેપારી કરોડો રૂપિયામાં ઉઠમણું કરી ગયા હતા. પુણા પોલીસ સ્ટેશને લેણદાર વેપારીઓએ ફરિયાદ નોîધાવી હતી.
પુણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા સંસ્કાર વિલામાં રહેતા વેપારી દિલીપભાઈ ગોરધનભાઈ પટેલે આરોપી રોહિત ચંદ્રકાંત ગાંગામી, રહે. શ્રી શની એપાર્ટમેન્ટ, મોદી મહોલ્લો, એ.કે. રોડ, વરાછા તથા રાજુભાઈની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ બન્ને આરોપીઓએ ફરિયાદી તથા અન્ય વેપારીઓ પાસેથી રૂ.૧,૦૧,૭૩,૯૯૬ની કિંમતનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે દુકાન બંધ કરી મોબાઈલ ફોન બંધ કરી નાસી ગયા હતા. બનાવ સંદર્ભે દિલીપભાઈ પટેલ સહિતના વેપારીઓ પુણા પોલીસ મથકે ફરિયાદ નોîધાવી હતી. પુણા પોલીસે ફરિયાદ નોîધી પો.સ.ઈ. ડી.બી. રાઓલે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY