રૂ.૧૦.૮૭ લાખની ચોરી કરવા ગ્રીલ ઉખાડી કાઢવામાં આવી હતી
સુરત, તા.૩૦
સરથાણા યોગીચોક પાસે તુલસી રો હાઉસના ઘર નં.૧૯માંથી અજાણ્યા તસ્કરો ૪૦ તોલા સોના અને રોકડા મળી રૂ.૧૦.૮૭ લાખની ચોરી કરી ગયા હતા. આ ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની પોલીસને શંકા હોવાનું જાણવા મળે છે.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગત તા.૨૭-૪-૨૦૧૯ થી તા.૨૯-૪-૨૦૧૯ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તુલસી રો હાઉસ ઘર નં.૧૯ની ગ્રીલ ઉખેડી ઘરમાં પ્રવેશી કબાટમાંથી ૪૦ તોલા દાગીના રૂ.૧૦.૪૦ લાખ, રોકડા રૂ.૪૭૦૦૦ મળી કુલ રૂ.૧૦,૮૭૦૦૦ની મતા ચોરી કરી ગયા હતા. ઘર માલિક હીરા વેપારી સંજય ધીરૂભાઈ અકબરીએ સરથાણા પોલીસ સ્ટેશને ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ઘરફોડ ચોરીની ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જે પ્રકારે અને સમયે ચોરી કરવામાં આવી છે તેમા જાણ ભેદુની સંડોવણી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ આદરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




