બીલીમોરા પોલીસ ભીમરાડમાં આકાશ પટેલના ઘરે પહોંચી પણ આરોપી મળ્યો નહીં
સુરત, તા.૨૬
બીલીમોરાના તાંત્રિક દ્વારા કરવામાં આવેલા પ્રકરણમાં સંકળાયેલા એક આરોપીને શોધવા પોલીસ ભીમરાડ ખાતે આવી હોવાનું જાણવા મળે છે. જાકે, તાંત્રિકનો અશ્લીલ હરકતો અને સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધતો વીડિયો વાયરલ કરનાર ભીમરાડ ડુંગરી ફળિયાનો ઈસમ મળી ન આવતા બીલીમોરા પોલીસ પરત થઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બીલીમોરાના અોરીયા-મોરીયા વિસ્તારમાં રહેતા અને તાંત્રિક શૈલેષ નાયકાએ તાંત્રિક વિધિ કરવાના બહાને અનેક સ્ત્રીઓ સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. અને આ વીડિયો ક્લિપીંગ નવસારી-બીલીમોરા સુરત ખાતે વાયરલ થઈ જતા પોલીસે એક પીડિતાની ફરિયાદ નોંધી આરોપી શૈલેષ નાયકાની ધરપકડ કરી હતી. જ્યારે આવા અશ્લીલ વીડિયો ક્લિપીંગ વાયરલ કરનારા સુરત-ભીમરાડના ડુંગરી ફળિયાના વતની આકાશ જયેશભાઈ પટેલને શોધવા બીલીમોરા પોલીસ સુરત-ભીમરાડ ખાતે આવી પહોંચી હતી, પરંતુ આરોપી આકાશ મળી ન આવતા પોલીસ બીલીમોરા જવા રવાના થઈ ગઈ હતી. જાકે, પોલીસે તેનો મોબાઈલ ફોનની ડીટેઈલ કઢાવી હોવાનું પણ જાણવા મળે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



