આંજણા રેલવે ઓવરબ્રીજ નીચે લાઈન નંખાઈ ગઈ પણ વોટરિંગ કરાતું નથી

0
4

કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે સ્થાનિક લોકો પરેશાન
સુરત, તા.૩૦

લીંબાયત ઝોન આંજણા વિસ્તારમાં હાઈડ્રોલિક વિભાગના ઈજારદાર હિન્દુસ્તાન ફેબ્રિકેશન દ્વારા પાણીની લાઈન નાખવાનું કાર્ય પ્રગતિ હેઠળ થઈ રહ્યું છે. પરંતુ આ ઈજારદારની ગંભીર બેદરકારીના કારણે આંજણા રેલવે ફલાય ઓવર બ્રિજ નીચે અનવર નગર સામે પાણીની લાઈન આશરે ૧૦ દિવસથી નખાઈ ગઈ હોવા છતાં આ સ્થળ પર આજદિન સુધી વોટરીંગ કાર્ય કરવામાં પણ ઈજારદાર સાવ નિષ્ફળ ગયો છે.જેના કારણે વાહનોની અવર-જવર થી માટીની ધૂળ ઉડવાથી અનવર નગર-આંબેડકર નગર સ્લમ વસાહતના સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
સ્થાનિક આગેવાનોની ફરિયાદના કારણે મારા દ્વારા છેલ્લા ૫ દિવસ કરતા વધુ સમય થી ઝોન અને હાઈડ્રોલિક વિભાગમાં આ ગંભીર બાબતની જાણ કરવા છતાં સુરત મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર સ્થાનિક લોકોની સમસ્યા સામે “આંખ આડા કાન” કરીને ઈજારદારની બેદરકારક કામગીરીને છાવરી રહ્યા છે જેથી સુરત મહાનગરપાલિકાની આવી “ગોકળ ગાય ગતિ” એ થનાર કામગીરી વિરુદ્ધ સ્થાનિક લોકો સાથે આજે સાંજે ૫.૩૦ કલાકે ના છૂટકે ગાંધીચીંધ્યા માર્ગે “આશ્ચર્યજનક” આંદોલન કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY