સુરત શહેર જિલ્લામાં સવારે વરસાદના ઝાપટા : ઉકાઈ ડેમમાં ૩૧૭.૮૦ ફૂટે સ્થિર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો પણ વરસાદ પડયો નથી

0
6

સુરત, તા. ૧૫
દક્ષિણ ગુજરાતમાંથી હવે ધીરે ધીરે ચોમાસુ પૂરું થવા આવી રહ્નાં છે. ૧૭મી સપ્ટેમ્બર બાદ ચોમાસાની સિસ્ટમ નબળી પડતી જશે. ઉકાઈ ડેમ ભયજનક સપાટી કરતા ૨૭ ફૂટ જેટલો ખાલી છે તે સિંચાઈ વિભાગ અને ખેડુતો માટે ચિંતાનો વિષય બન્યો છે.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત એક સપ્ïતાહથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને આવેલ તાપી નદીના ૨૧ ગેજસ્ટેશન પૈકી એક પણ ગેજસ્ટેશનમાં નોંધપાત્ર વરસાદ થયો નથીï. હથનુર ડેમની ભયજનક સપાટી ૨૧૪ મીટરની સામે આજે ૨૧૩.૯૬૦ મીટરની સપાટી નોંધાયો છે હથનુર ડેમમાંથી તાપી નદીમાં ૩૯૨૫ કયુસેક પાણી છોડવામાં આવી રહ્નાં છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટની સામે આજે ૩૧૭.૮૦ ફૂટની સપાટી નોધાઈ છે. ભયજનક સપાટીથી ઉકાઈ ડેમ ૨૭.૨૦ ફૂટ જેટલો ખાલી છે તે ચિંતાજનક બાબત છે. ગત વર્ષે ચોમાસના અંતે ઉકાઈની સપાટી ૩૨૪ ફૂટ નોંધાયોહતી. આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં ચોમસાન વિદાઈ થવા આવી છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આજે ઉકાઈ ડેમ ૭ ફૂટ જેટલો ખાલી છે આજે સવારથી શહેર- જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયુ છે છતાં કયાંય વરસાદ નોંધાયો નથી.

 

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY