દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા ૪ ડિગ્રી ઓછું તાપમાન : લોકોને રાહત

0
9

સુરત, નવસારી, વલસાડમાં મહત્તમ ૩૫ ડિગ્રી તાપમાન
સુરત, તા.૧
દક્ષિણ ભારતના રાજ્યોમા઼ વાવાઝોડાની અસરના પગલે દક્ષિણ દિશાથી ફૂંકાતા પવનથી તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. દક્ષિણ ગુજરાતમાં અધિકત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
સુરત હવામન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરનું અધિકત્તમ તાપમાન ૩૪.૧ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૭.૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા અને હવાનું દબાણ ૧૦૦૭ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી દક્ષિણ દિશાથી કલાકના ૧૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે.
નવસારીમાં આજે અધિકત્તમ તાપમાન ૩૪.૫ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી નોંધાયું છે. શહેરમાં સવારથી દક્ષિણ પિમ દિશાથી કલાકના ૮ કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. વલસાડમાં અધિકત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અધિકત્તમ તાપમાન ૨૨.૬ ડિગ્રી નોંધાયું છે. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અધિકત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની આસપાસ નોંધાયું છે.
દક્ષિણ ભારતમાં વાવાઝોડું ત્રાટકવાની પરિસ્થિતના પગલે પવનની ગતિ વધી ગઈ છે. દક્ષિણ દિશા તરફથી ફુંકાતા પવનના લીધે દક્ષિણ ગુજરાતના તાપમાનમાં નોંધપાત્ર અસર વર્તાઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY