કોર્પોરેટર લીલાબેન સોનવણે તથા કૃણાલ સોનવણેને કારણદર્શક નોટીસ ફટકારતા સુરત કોગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા
સુરત, તા.૧
લોકસભાની હાલની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે ગંભીરતા દાખવી પ્રદેશ કોîગ્રેસ લાલ આંખ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમાં વોર્ડ નંબર ૧૫ પુણા-પૂર્વ અને વોર્ડ નંબર ૨૪ લીંબાયત -ઉધનાની બે મહિલા કોર્પોરેટરને પક્ષના સભ્યપદેથી બરતરફ કરી દેવાયા છે.
શહેર જિલ્લા કોગ્રેસ સમિતિના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું છે કે, લોકસભા ૨૦૧૯ની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ વોર્ડ નંબર ૧૫ પુણા પૂર્વના કોર્પોરેટર સોનલબેન દેસાઈ તથા વોર્ડ નંબર ૨૪ લીંબાયત-ઉધના યાર્ડના કોર્પોરેટર કાંતાબેન વાકોડીકરને પ્રમુખ બાબુભાઈ રાયકાએ ગુજરાત પ્રદેશ કોîગ્રેસ સમિતિની મંજુરી મેળવીને પક્ષના સભ્યપદેથી બરતરફ કરવામાં આવ્યા છે તથા વોર્ડ ૧૮ આંજણા-ખટોદરાના કોર્પોરેટર લીલાબેન સોનવણે તેમના પુત્ર કૃણાલ સોનવણેના લાંચરૂશ્વત પ્રકરણ બાબતે દિન ૩માં ખુલાસો કરવા કારણદર્શક નોટીસ અપાઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



