કામરેજ પંથકમાં ૨૦ ગામોમાં કેળના પાકોમાં પનામા રોગે દેખા દીધી

0
8

રોગ નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા ગ્રામજનોને માહિતગાર કરાયા
સુરત, તા.૧

સુરત જિલ્લો કેળના પાકમાં રાજ્યભર વિસ્તાર અને ઉત્પાદનમાં અગ્રતાનું સ્થાન ધરાવે છે. છેલ્લા થોડા વર્ષોથી કેળના પાકમાં પનામા નામનો રોગ કામરેજ તાલુકાના ખોલેશ્વર, ભૈરવ, કરજણ અને ઘલા વગેરે જેવા ૧૫ થી ૨૦ ગામોમા જોવા મળ્યો છે જેમા રોગને કારણે કેળના આખા થડ ફાટી જાય છે. દર વર્ષે આ રોગનુ પ્રમાણ અને તેનાથી થતુ નુકશાન વધતુ જાય છે.
આ રોગની ખેડુતોમાં વ્યવસ્થિત ઓળખ અને નિયંત્રણ થાય તે માટે તાજેતરમાં નેશનલ રીસર્ચ સેન્ટર(કેળ), ત્રીચીથી કેળના મુખ્ય વૈજ્ઞાનિકશ્રી ડો.થંગાવેલુએ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલેશ્વર અને કરજણ ગામોના અસરગ્રસ્ત કેળના ખેતરોની મુલાકાત લઈ રોગીષ્ઠ છોડના નમુના એકઠા કર્યા હતા. સાથે ખેડુતોને પનામા રોગના નિયંત્રણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. વધુમાં ડો.થંગાવેલુએ જણાવ્યું કે, આ રોગ વિશે ખેડુતોમાં વધુ જાગૃતતા આવે તે માટે નજીકના ભવિષ્યમાં એક મોટા સેમિનારનું આયોજન થાય તો વધુમા વધુ ખેડુતો આ રોગ વિષે જાણકારી મેળવી રોગ ન આવે તે માટે કાળજી લેવા અંગેની માહિતી આપી હતી.
આ વેળાએ તેઓની સાથે જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી દિનેશ પડાળિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પેથોલોજીસ્ટ શ્રી સેહુલભાઇ ચાવડા, ફળ સંશોધન કેંન્દ્ર, ગણદેવીના વૈજ્ઞાનિકશ્રીઓ અને કામરેજ કેળા મંડળીના પ્રમુખશ્રી છીતુભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY