વેડરોડ ગુરુકુળમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી

0
10

સુરત, તા.૧

તા.૧લી મે એટલે ગુજરાત રાજયનો સ્થાપના દિવસ. ઈ.સ.૧૯૬૦માં ૧લી મેના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્યના બે ભાગલા પાડી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજયો અસ્તિત્વમાં આવ્યા. આમ ૧લી મેનો દિવસ ગુજરાતનો સ્થાપના દિવસ, જેને આપણે ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક કરીએ છીએ.
‘૧લી મે-ગુજરાત સ્થાપના દિન” નિમિત્તે વેડ રોડ સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં એકઠા થઇ ગુજરાતનો નકશાની માનવ પ્રતિકૃતિની રચના કરી હતી. મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલની વેશભૂષા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળી સર્વ ધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરતાં વિવિધ ધર્મના પહેરવેશ પહેરી રાજયના વિકાસમાં નામા અનામીઓના યોગદાન પ્રતિ આદર વ્યક્ત કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY