જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે મારી બ્રેક, વારાણસીમાં પ્રચાર નહિ કરી શકે

0
27

સુરત,તા.૧
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં આદર્શ ઈલેક્શન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારા નેતાઓ પર ચૂંટણી પંચ દ્વારા પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનો સિલસિલો સતત ચાલુ છે. આ લિસ્ટમાં નવુ નામ ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સામેલ થયા છે. ચૂંટણી પંચે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા પર જીતુ વાઘાણી પર ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. આ પ્રતિબંધ મંગળવારે સાંજે ૪ વાગ્યાથી શરૂ થયો છે.
રાજ્યમાં ચૂંટણી પુરી થયાને એક અઠવાડિયા બાદ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતના અમરોલીમાં ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદિત ટિપ્પણી કરી હતી. જેને લઈને કોંગ્રેસે ફરિયાદ કરી હતી.
કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીના નિવેદનને આચારસંહિતાનો ભંગ ગણ્યું હતું અને મંગળવારે સાંજે ૪ વાગ્યાથી આગામી ૭૨ કલાક સુધી પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો. જેના કારણે ભાજપ પ્રમુખ આગામી ૭૨ કલાક સુધી મીડિયા સમક્ષ કે ચૂંટણી પ્રચાર નહીં કરી શકે. ગુજરાતમાં કોઈ રાજકીય નેતા પર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લાગ્યાનો આ પહેલો કિસ્સો બન્યો છે.
ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી ૩ દિવસ વારાણસીના પ્રવાસે છે. અહીં તેઓ પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રચારનું કામ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી પ્રચાર પર ૩ દિવસનો પ્રતિબંધ હોવાથી પ્રચારમાં કોઈ પ્રકારનો ભાગ નહિ લઇ શકે. મંગળવારે સાંજે પ્રચાર પર બ્રેક લાગ્યા બાદ મંગળવારે રાત્રે વારાણસી જીતુ વાઘાણી દિલ્હી પહોંચી ગયા હતા. પણ, પ્રચારની કોઈ કામગીરી નહિ કરી શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY