ટીબી જેવી બિમારી આખી દૂનિયામાંથી નાબૂદ થાય : નરેન્દ્ર મોદી

0
99

ન્યુ દિલ્હી,
તા.૧૩/૦૩/૨૦૧૮

વડાપ્રધાને ટીબી મુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરાવ્યો

ભારતમાંથી ટીબીનો અંત લાવવા માટે સરકારે ૨૦૨૫ સુધીની સમય મર્યાદા રાખી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ટીબી નિર્મૂલન શિખર સમ્મેલનની શરૂઆત કરી. આ કાર્યક્રમ મારફતે ટીબી મુક્ત ભારત અભિયાનનો પણ પ્રારંભ કર્યો. સ્વાસ્થ્ય મંત્રાલય, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, સાઉથ ઈસ્ટ એશિયા રિઝનલ ઓર્ગેનાઈઝેશન (એસઈએઆરઓ) તથા સ્ટોપ ટીવીના સહયોગથી આ સમ્મેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે, ટીબીને ૨૫ વર્ષ પહેલા ઉૐર્ં દ્વારા ઈમરજન્સી જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારથી તેના વિરૂદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. ભારત પણ ઘના સમયથી ટીવી વિરૂદ્ધ લડાઈ લડી રહ્યું છે. જે રીતે અત્યાર સુધી કામ કરવામાં આવી રહ્યું છે, તેને ફરી એકવાર શરૂ કરવાની જરૂર છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, આજનું આ સમ્મેલન ટીબીનો અંત આણવા માટે એક નવો અધ્યાય સાબિત થશે. ટીબીએ જે રીતે દેશની વ્યવસ્થા પર અસર વર્તાવી છે તે જાતા તેના વિરૂદ્ધ લડાઈ જરૂરી બની છે. ભારતમાં ટીવીનો પ્રભાવ સૌથી વધારે છે, ગરીબ લોકો તેનો સૌથી વધુ ભોગ બને છે. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું હતું કે દુનિયામાંથી ટીબીનો અંત કરવા માટે ૨૦૩૦નો સમય નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ ભારતે આ લક્ષ્ય ૨૦૨૫નું રાખ્યું છે. અમે નવી રણનીતિ સાથે ટીબીને દેશમાંથી સમાપ્ત કરવાનું શરૂ કરી દીધું છે. ભારત આ લડાઈમાં પ્રાઈવેટ સેક્ટરને પણ શામેલ કરી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, ટીબીને ભારતમાંથી જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય સરકારોનો મહત્વનો રોલ છે, કેન્દ્ર અને રાજ્ય આ મિશનને આગળ ધપાવશે. મેં પોતે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને આ મિશનમાં શામેલ થવાની અપીલ કરી છે. ટીમ ઈન્ડયાના રૂપમાં આ દિશામાં આપણે કામ કરવું પડશે.

ટીબીના દર્દીઓ બાબતે વડાપ્રધાને કહ્યું હતું કે, ટીવીનો દર્દી જે રીતે પોતાની ઈચ્છાશક્ત દ્વારા આ બિમારી સામે વિજય મેળવે છે, તે અન્ય માટે પણ પ્રેરણાનું કામ કરે છે. મારો દ્રઢ વિશ્વાસ છે કે દર્દીઓની ઈચ્છાશક્ત અને પોતાની pટ્ઠજર્જૈહટ્ઠીં ્‌મ્ ુર્િાજિની મદદથી ભારતની સાથોસાથ દુનિયાનો દરેક દેશ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળ રહેશે. તેમણે કહ્યું હતું કે, આ બાબતને એમ મિશનની માફક લેવી પડશે, ટીબી ફ્રી ગામ, ટીબી ફ્રી પંચાયત, ટીબી ફ્રી શહેર, ટીબી ફ્રી રાજ્ય અને ટીબી ફ્રી દેશના લક્ષ્યાંકને પૂર્ણ કરવું જ પડશે.

તેમણે કહ્યું ભારતમાં ઈમ્યુનિઝેશન ૩૦ થી ૩૫ વર્ષથી ચાલી રહ્યું છે. તેમ છતાં ૨૦૧૪ સુધી આપણે સંપૂર્ણ કવરેજનું લક્ષ્ય પ્રાપ્ત નહોતા કરી શક્્યા. જે ઝડપે ઈમ્યુનિઝેશનનો વિસ્તાર વધી રહ્યો હતો, જે એ જ ઝડપથી યથાવત રહેત તો સંપૂર્ણ કવરેજ સોધી પહોંચવામાં ૪૦ વર્ષ લાગી જાત. પહેલા આ ગતિ ૧ ટકાની ઝડપે આગળ વધી રહી હતી, હવે ૬ ટકા પહોંચી ગઈ છે.

આ કાર્યક્રમમાં ઉૐર્ંના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસે કહ્યું હતું કે ભારત તરફથી ટીબીના અંટ માટે જે અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, તે ખુબ જ આવકારદાયક છે. ભારત સરકાર ટીવીના અંત માટે સકારાત્મક પગલા ભરી રહી છે. અમે ઈચ્છીએ છીએ કે ટીબી જેવી બિમારી આખી દૂનિયામાંથી નાબૂદ થાય. ભારતમાં આ અભિયાન ભારત સરકાર અને ઉૐર્ં સાથે મળીને ચલાવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY