નારાયણ સાંઇ હવે કેદી નંબર ૧૭૫૦થી ઓળખાશે

0
9

સુરત,તા.૧
સાધ્વી સાથે દુષ્કર્મ કેસમાં દોષિત નારાયણ સાંઇને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજા મળતા જ નારાયણ સાંઇને સુરતની લાજપોર જેલમાં મોકલી દેવાયો છે. અહીં તેને અન્ય કેદીઓની જેમ કેદી નંબર અપાયો છે, જે ૧૭૫૦ છે.
આજીવન કેદની સજા મળતા જ નારાયણ સાંઇને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. સુરતની લાજપોર જેલમાં તે હવેથી કેદી નંબર ૧૭૫૦થી ઓળખાશે. અહીં નારાયણ સાંઇને બેરેક નંબર સી-૬માં રાખવામાં આવ્યો છે. જેલ મેન્યુલ પ્રમાણે નારાયણ સાંઇ પર તમામ નિયમો લાગુ પડશે. જેમ કે જેલનું જ ભોજન લેવું પડશે. જેલમાં તેને ટૂંક સમયમાં કામગીરી પણ સોંપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ કેસમાં આસારામ અને તેનું પુત્ર નારાયણ સાંઇ જેલમાં બંધ છે. સગીરા સાથે દુષ્કર્મ કરવા બાબતે આરોપી આશારામને જાધપુર કોર્ટ દ્વારા આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. અહીં આસારામને કેદી નંબર ૧૩૦ આપવામાં આવ્યો છે. આસારામ સહીત તેમના છિંદવાડા ગુરુકુળની વોર્ડન શિલ્પી અને ડિરેક્ટર શરત ચંદ્રને પણ ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે અન્ય બે આરોપી શિવા અને રસોઈયા પ્રકાશને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY