સુરત,તા.૧
વરાછા બોમ્બે માર્કેટ રોડ ઉપર સીતાનગર ચોકડી ખાતે રણુજાધામ સોસાયટીમાં રહેતી નીલા પ્રવિણભાઇ કાકડિયાએ વરાછા પોલીસમાં પતિ પ્રવિણ મગનભાઇ કાકડિયા, સસરા મગનભાઇ, સાસુ કંચનબેન, નણંદ,તારાબેન, નણંદનોપુત્ર જયેશ, પ્રકાશભાઇ ક્રિષ્ણાબેન અને ડો. ભૂમિ સામે ગુનો નોંધાવ્યો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નીલાબેને પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પ્રવિણ સાથે બીજા લગ્ન કર્યા હતા. પ્રવિણના પણ આ બીજા લગ્ન હતા. દરમિયાન લગ્નના થોડાં સમય બાદથી સાસરિયાઓએ તેણી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પતિ પણ ચારિત્ર અંગે શંકા કરી મારઝૂડ કરતો હતો. સાસુ-સસરા અને નણંદ મ્હેણા-ટોણાં મારી અત્યાચાર ગુજરાતા હતા. બે મહિનાનો ગર્ભ રહ્યો તો પતિ સહિતના સાસરિયાઓ તેમીને ઇશ્વરકૃપામાં આવેલા ડો. ભૂમિના પ્રાઇવેટ ક્લિનિકમાં એકઅપના બહાને લઇ ગયા હતા.
અહીંથી ગર્ભપાતની દવા લઇ બળજબરીથી પરિણીતાને પીવડાવી દીધી હતી. આ રીતે ગર્ભપાત કરાવી દીધો હતો. નણંદનો દીકરો જયશ પણ બદદાનત રાખતો હતો. સાસરિયાઓના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી પીડિતાએ આખરે ન્યાય માટે પોલીસનું શરણું લીધું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



