સણીયા હેમાદ ગામમાં થયેલા ધિંગાણા અંગે બન્ને પક્ષો વિરુદ્ધ ફરિયાદ

0
19

ઝઘડાના સમાધાન માટે ભેગા થયેલા લોકો વચ્ચે ધિંગાણું થયું હતું
સુરત, તા.૨
સણીયા હેમાદ ગામ ચિત્રકુટ સોસાયટીમાં જૂથ અથડામણ થઈ હતી. સરથાણા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી રાયોટીંગનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સરથાણા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સણીયા હેમાદ ગામ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા જતીન સિંહ ખુમાનસિંહ મેઘાતે આરોપી હિરેન રાઠોડ, સુનિલ સંજય, મોહિત કેતન, લખન રાઠોડ, અમિત રાઠોડ, અરવિંદ મંગા, કાછિયો, સુરેશ ગન્ની મુન્નો, શિવા છોટુ, આનંદ, ભાવેશ દિનેશ, વિરલ નટુ તથા ૧૦૦ માણસોના મેળા સામે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ હિરેન અને ભાવેશ મોટર સાઈકલ સ્પીડમાં લઈને નીકળતાં ફરિયાદીએ ગાડી ધીમી ચલાવવા માટે જણાવ્યું હતું. જેની અદાવત રાખી આરોપીઓએ એક સંપ થઈને મહોલ્લામાં આપી પથ્થરમારો કરી વાહનો મકાનને નુકસાન પહોંચાડી ફરિયાદી સહિતનાને પથ્થરમારાને કારણે ઈજા પહોંચી હતી.
સામાપક્ષે હિરેન હસમુખ રાઠોડે આરોપી સુરેશ ચંદુ મેઘાત, વિરેન્દ્રસિંહ જિતેન્દ્રસિંહ જતીન મેઘાત, તથા ૧૫૦ જણાંના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. બન્ને પક્ષ વચ્ચે થયેલી ઝઘડાના સમાધાન માટે ભેગા થયા હતા ત્યારે વાત વણસતા આરોપીઓએ બેટ- સ્ટમ્પથી હુમલો કરી પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં નાનજીભાઈ રાઠોડ, દીપક રાઠોડ, રાકેશ રાઠોડ સુનિલ રાઠોડને ઈજા થઈ હતી.
સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY