સુરત, તા.૨
વેપારીનો વિશ્વાસ કેળવવા એક વખત બાકીમાં માલ ખરીદી નિયત સમયમાં પેમેન્ટ ચૂકવી દીધા બાદ બીજી વખત રૂ. ૮.૩૫ લાખનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વેપારી ચેતન રવજીભાઈ ઠુમ્મરનો આરોપી વેપારી રાજહંસ ટેક્ષટાઈલ્સના રમેશ પુરોહિત (દલાલ) ઈબ્રાહિમ વિરાણી (અમદાવાદની લાડકી એન્ટરપ્રાઈઝ)નાએ વિશ્વાસ કેળવી રૂ. ૮,૩૫,૪૪૫ની કિંમતનું ડ્રેસ મટીરિયલ્સ ખરીદી નિયત સમયમાં પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત – છેતરપિંડી કરી હતી. સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



