પારલે પોઈન્ટ રૂદ્રરાજ બિલ્ડિંગના ચોથા માળ પર ફલેટમાં આગ

0
6

વહેલી સવારે આગ લાગતા ઘરનો સામાન સળગી ગયો
સુરત, તા.૨
આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે પાર્લે પોઈન્ટ ગેટવે હોટેલની ગલીમાં આવેલ રૂદ્રરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો.
ફાયર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રૂદ્રરાજ એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. ફાયર ઓફિસર ઈશ્વર પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ચોથા માળે બેડરૂમમાં આગ લાગી હતી જેને ફાયર સ્ટાફે કાબૂમાં લીધી હતી. ચોથામાં રહેતા સમર જિતેન્દ્ર આર્યના જણાવ્યા અનુસાર એ.સ.સી.માં શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગી હતી. આગથી ગોદળા, ગાદલા, ટી.વી. અને બેડરૂમના ફીર્નચરને નુકસાન થયું છે. સદ્નસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી. આમ વહેલી સવારે લાગેલી આગને ફાયર બ્રિગેડના લાશ્કરોએ કાબૂમાં લીધી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY