ઈલેકટ્રીક સાધનો ખરીદે પેમેન્ટ ચૂકવાયું નહીં
સુરત, તા.૨
કતારગામની ક્રિષ્ના સેલ્સ એન્ડ સર્વિસ એજન્સી સાથે અડાજણના અભિષેક નંદવાણીએ રૂ. ૧,૩૧,૮૦૦ની ઠગાઈ કરી હતી.
આસામ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમરોલી સાયણ સાઈ રેસિડેન્સીમાં રહેતા મયુર પરસોત્તમ વાઘાણીએ આરોપી અમિષેક સુરેશ નંદવાણી (રહે. ભારત રેસિડેન્સી ગૌરવ પથ રોડ, અડાજણ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને વિશસઘાત લઈ ફરિયાદીની કતારગામ પાટીદાર સમાજની વાડી પાસે આવેલ ક્રિષ્ના સેલ્સમાંથી ઘરઘટી, મોબાઈલ ફોન, એસી, વોસીંગ મશીન ટી.પી. મળી કુલ્લે રૂ. ૧,૩૧,૮૦૦ની ખરીદી કરી પેમેન્ટ નહીં ચૂકવી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. કતારગામ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



