ડીંડોલીમાં ચપ્પુ મારી હત્યાનો પ્રયાસ

0
5
સુરત, તા.૨
ડીંડોલીમાં એક યુવકને ચાર અજાણ્યા વ્યકિતએ ચપ્પુના ઘા ઝીંકી હત્યાની કોશિષ કરી હતી.
ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવાગામ ડીંડોલી ગામની નગરમાં રહેતા ભગવાન મધુકર પગારે ગત તા. ૩૦મીના રોજ આરડી નગર પાસેથી પસાર થતાં હતા, ત્યારે અચાનક ચાર જણાં ધસી આવ્યા હતા અને ઢીક-મુક્કીનો માર મારી ચપ્પુના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ડીંડોલી પોલીસે હત્યાની કોશિષનો ગુનો દર્જ કરી પો.ઈ. પીએમ પાટીદારે તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY