નવમા માળે એસી ફીટિંગ કરતો કારીગર પટકાતા કરુણ મોત

0
7

ગ્રીનસિટી રોડના એપાર્ટમેન્ટમાં આકસ્મિક રીતે કારીગર નીચે પડ્યો
સુરત, તા.૨
અડાજણ પાલગામ ગ્રીન સિટી રોડ સ્મૃતિ ઈન્વેîસલના નવમા માળે એસી ફિટંગ કરતી વેળા નીચે પટકાયેલા યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
અડાજણ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા ગીગા પાર્ક સોસાયટીમાં રહેતા સતીશ વિઠ્ઠલભાઈ ભાલાડા (ઉ.વ. ૨૧) ગઈકાલે અડાજણ ઈન્વેસલ ફલેટ નં. ૯૦૨નું એ.સી. ફિટીંગ કરવા ગયો હતો. જ્યાં એ.સી. ફિટીંગ કરાતી વેળા સતીશભાઈનું બેલેન્સ નહીં જળવાતા નવમા માળેથી સીધો નીચે પટકાયો હતો. આ યુવકને સારવાર માટે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત ઘોષિત કર્યો હતો. આ ઘટના અંગે અડાજણ પોલીસને જાણ કરાતા અડાજણ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY