સુરત, તા.૨
કતારગામ જીઆઈડીસી સ્થિત ભુનેશ્વરી ઈન્ડસ્ટ્રીઝમાં આજે સવારેનવેક વાગ્યાના સુમારે ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગતા ઘરવખરીને નુકસાન થયું હતું.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે નવ વાગ્યાના સુમારે એ.કે. રોડ ફૂલપાડા ખાતે આવેલ કતારગામ ભુનેશ્વરી ઈન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાનો મેસેજ મળતા ફાયર ઓફિસર ઠાકોર સ્ટાફ સાથે સ્થળ પર ગયા હતા. કારખાનાની ઉપરના માળે પર રહેતો હરપાલ યાદવ રસોઈ બનાવતો હતોતે સમયે સિલિન્ડર લીકેજ થવાથી આગ લાગી હતી. આગથી ઘરવખરી અને રસોઈનો સામાન સળગી ગયો હતો. આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ ન હતી. સમયસર ફાયર સ્ટાફ સ્થળ ઉપર આવી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



