સુરત, તા.૨
સાંસ્કૃતિક રક્ષા સમિતિના આગેવાન આશિષભાઈ સૂર્યવંશી, હરીશભાઈ પાટીલ, યોગેશભાઈ બોરસે, પ્રફુલભાઈ કટીયારે, પવનભાઈ મહાજન દ્વારા ગતરોજ ૧લી મે, ગુજરાત સ્થાપના દિવસે પૂ. રવિશંકર મહારાજ કે જેમણે દેશની આઝાદીમાં તેમજ ગુજરાત રાજ્યના સ્થાપનામાં તેમજ દેશ હિતમાં અનેકો યોગદાન આપેલ છે. પૂ.રવિશંકર મહારાજ કે જેમણે ગુજરાત રાજ્યના સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપેલ જેથી આ ગૌરવ દિવસે આપણા મહાન પુરૂષની ભટાર ચાર રસ્તા ખાતે આવેલ પ્રતિમાને સ્વચ્છ પાણીથી સ્નાન કરાવી, તેમને ફુલહાર ચઢાવી તેમને વંદન કરાયું હતું. મહાન પુરૂષની પ્રતિમાને ફુલહાર ચઢાવી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




