જય જવાન નાગરિક સમિતિ દ્વારા
પ્રત્યેક શહીદોના પરિવારોને રૂ.એક-એક લાખની સહાય આપવા ૧૦ ટીમોએ ૧૭ રાજ્યોનો પ્રવાસ કર્યો
સુરત, તા.૨
પુલવામાં નજક સી.આર.પી.એફ. ની ટુકડી ઉપર થયેલા આત્મઘાતી હુમલામાં શહીદ થયેલા ૪૪ જવાનોના પરિવારોને જય જવાન નાગરિક સમિતિ સુરતે આર્થિક સહાય પહોંચાડી દીધી છે. જય જવાન નાગરિક સમિતિ સુરતના કાર્યકર્તાઓની ૧૦ ટીમોએ ૧૭ રાજ્યોમાં ૪૪ જવાનોના પરિવારોને રૂબરૂ મળી સુરતની જનતાની લાગણી અને એક-એક લાખ રૂપિયાની સહાય અર્પણ કરી છે.
ઉત્તર પ્રદેશના ૮ વીર જવાનોના પરિવારોને લખનઉ ખાતે સી.આર.પી.એફ. કેમ્પસમાં બોલાવી જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી સન્માન સાથે સહાય અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી સુરેશભાઈ જી. પટેલ, ભીખુભાઈ ટીંબડીયા, માવજીભાઈ ડી. માવાણી તથા દેવશીભાઈ ભડીયાદરા સહિત સભ્યોની ટીમ લખનઉ પહોંચી હતી. લખનઉ ખાતેના સી.આર.પીએફના કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમ ડી.આઈ.જી. રાજેન્દ્રસિંહ ચૌહાણ, ડી.આઈ.જી. જશબીરસિંહ સીંધુની ઉપસ્થિતિમાં આઠ વીર શહીદ જવાનોના પરિવારોને આર્થિક સહાય અર્પણ કરી હતી. આ પ્રસંગે મેજર મુકેશ રાઠોડ સુરતની જનતાને અભિનંદન પાઠવી શહીદ જવાનોના પરિવારોના સન્માન અને સહાયની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ પ્રસંગે સુરતથી જીતુભાઈ ગોîડલિયા, કિશોરભાઈ જાગાણી, સુરેશભાઈ ઠુમ્મર અને ચતુરભાઈ બાબરીયા ઉપસ્થિત રહ્ના હતા.
પુલવામાં હુમલાના ૪૪ જવાનોના પરિવારોમાં ઉત્તર પ્રદેશમાં ૧૩, ઉત્તરાખંડમાં ૩, રાજસ્થાનમાં ૫, મહારાષ્ટ્રમાં ૨, મધ્યપ્રદેશમાં ૧, હિમાચલ પ્રદેશમાં ૧, હરિયાણામાં ૨, જમ્મુ કાશ્મીરમાં ૧, બિહારમાં ૨, આસામમાં ૧, તામિલનાડુમાં ૨, કેરલમાં ૧, પંજાબમાં ૪, ઝારખંડમાં ૧, પિમ બંગાળમાં ૨, કર્ણાટકમાં ૧ અને ઓરિસ્સામાં ૨ આ રીતે ૧૭ રાજ્યોમાં ૪૪ પરિવારોને રૂબરૂ મુલાકાતે સ્વખર્ચે ગયેલા કાર્યકર્તાઓએ અનોખી દેશ સેવાનું કાર્ય કર્યુ છે.
એડવોકેટ કાંતિભાઈ બી. મારકણાની ટીમ પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના પરિવારોની મુલાકાતે ગયા હતા. કાળુભાઈ શેલડીયા તથા દેવચંદભાઈ કાકડીયા વગેરેએ મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના ૩ પરિવારોની મુલાકાત લઈ ચેક અર્પણ કર્યા હતા. ભવાનભાઈ નવાપરાની ટીમ ઓરિસ્સા તથા પિમ બંગાળ ગયા હતા. રમેશભાઈ વાઘામી અને જે.કે. પટેલ ઝારખંડની મુલાકાતે ગયા હતા. ઘનશ્યામભાઈ ડોબરીયા તથા વિપુલભાઈ દુધાતે હરિયાણા, રાજસ્થાનના બે પરિવારોને સહાય પહોંચાડી હતી. કિરીટ પટેલ તથા વિપુલ પાનશેરીયાએ દહેરાદુન, મેરઠ સહિત ઉત્તરાખંડ બુલેટ લઈને ગયા છે. મગનભાઈ પટેલની ટીમ બિહાર ગઈ હતી. બેંગ્લોર શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓ જયસુખભાઈ રામાણી તથા નાથાભાઈ વિરાણી, કર્ણાટક, કેરલ અને તામિલનાડુના ૪ પરિવારોને ગામ રૂબરૂ મળી ચેક અર્પણ કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




