આઈ પોર્ટલ પર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવી
સુરત, તા.૨
વર્ષ ૨૦૧૯-૨૦ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે તા.૩૦/૦૪/૨૦૧૯ થી ૩૧/૦૫/૨૦૧૯ દરમ્યાન આઇ-ખેડુત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની કોઇ પણ યોજનામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન લાભ લેવા માંગતા હોય તેઓએ પોતાના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે સાયબર કાફે ઉપરથી અથવા બાગાયત કચેરીમાં સવારે ૧૧.૦૦ થી સાંજે ૫ઃ૦૦ વાગ્યા દરમ્યાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં ikhedut.gujarat.gov.in સાઇટ પર ઓનલાઈન સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપરોક્ત સાધનિક કાગળો દિન ૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, લાલ બંગલા સામે, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ,સુરત. (ફોન નં૦૨૬૧-૨૬૫૫૯૪૮) ખાતે અચૂક જમા કરાવવા. ઓન લાઇન અરજી કરવા માટે આધાર કાર્ડ ફરજીયાત છે. અરજીપત્રક અને તમામ કાગળો પર લાભાર્થીએ ફરજિયાત સહી કરવી તેમજ મોબાઇલ નંબર અચુક લખવો.
નોંધનીય છે કે, આઇ-ખેડુત પોર્ટલ દ્વારા ખેડૂતોને કેળ ટીસ્યુ, પપૈયા, ઘનિષ્ઠ વાવેતર, ફળપાક પ્લા.મટિરીયલ, દાંડીવાળા ફુલો, છુટા ફુલો, કંદ ફુલો, હાઇબ્રીડ બિયારણ, પ્લાસ્ટીક આવરણ, બેટરી ઓપરેટડ પંપ, સ્વંય સંચાલિત બાગાયતી મશીનરી, ટુલ્સ ઇકવીપમેન્ટ ( તાડપત્રી અને કેરેટ્સ) પાવર ટીલર, વોટર સોલ્યુબલ ખાતર, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, વેલાવાળા શાકભાજીમાં ટીસ્યુ કલ્ચર પ્લા. મટી, સરગવાની ખેતી, ટીસ્યુ કલ્ચર ખારેક,સરગવાની ખેતી વગેરેમાં સહાય મળી શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





