રાહુલના અમેઠીમાંથી બેકારો ગુજરાતમાં આવી રોજગાર મેળવે છેઃ સીએમ રૂપાણી

0
17

રૂપાણી ભૂલી ગયા કે, અમેઠી યુપીનો જ હિસ્સો છે અને ત્યાં ભાજપની સરકાર છે
સુરત,તા.૨૭
મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે એપ્રેન્ટિસ યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસ કરારપત્રો-રોજગારપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સીએમએ રોજગારી મુદ્દે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુથી લઈ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા.
રોજગાર મુદ્દે કોંગ્રેસ હંમેશા ભાજપને ઘેરવાનો પ્રયાસ કરતી રહી છે. ભાજપ જાણે છે કે, આ મુદ્દે આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પૂરજાશમાં લોકો વચ્ચે જઈ સરકારને પ્રશ્ન પણ કરશે. જેથી સુરત ખાતે આવેલા રાજ્યના સીએમએ યુવાનોને રોજગારી ન આપવા બાબતે જવાહર લાલ નહેરુથી માંડી રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. સીએમ ગુરૂવારે રોજગારી મુદ્દે આક્રમક રૂપમાં જાવા મળ્યા હતા. એપ્રેન્ટિસ ભરતી મેળાના કાર્યક્રમમાં અંદાજે ૨૩૦૦ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાની સરકારના એક વર્ષ પૂર્ણ થયાની ઉપલબ્ધિઓ ગણાવી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યા હતા.
સીએમ દ્વારા નહેરુ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, “યુવાન હતો તો સાંભળતો ત્યારે નારા લાગતા હતા કે ગરીબી હટાઓ, ભ્રષ્ટાચાર હટાઓ નહેરુ કહેતા આરામ હરામ હૈ..અરે નારા દિયા હૈ તો કામ તો દીજીયે ત્યારે યુવાનો કહેતા. ઇન કરોડો હાથો સે મત કિજીએ મજાક, ઇસસે અચ્છા અપની જીભ કો લગામ તો દીજીએ..”
સીએમએ જવાહરલાલ નહેરુ જ નહીં રાહુલ ગાંધીને પણ આજે છોડ્યા નહીં. તેઓએ રોજગારી મુદ્દે રાહુલ ગાંધીને ઘેરતા કહ્યું કે, ૫૫ વર્ષ કોંગ્રેસે શાસન સંભાળ્યું અને બેરોજગારોની સંખ્યા વધતી ગઈ. અન્ય રાજ્યોના લોકો અહીં રોજગાર માટે આવે છે એનો અર્થ છે કે અહીં ગુજરાતમાં રોજગારીની તક છે. બિનગુજરાતીઓ પણ અહી રોજગારી મેળવે છે. રાહુલ ગાંધીના અમેઠી માંથી પણ બેરોજગારો અહીં આવી રોજગારી મેળવે છે. અને રાહુલ ગાંધી બેરોજગારીની વાતો કરે છે.
પેપર લીક મુદ્દે તેઓએ કહ્યું કે, કોંગ્રેસે ૧૦ વર્ષ સુધી સરકારી નૌકરીની ભરતી કરતા ન હતા ૧ લાખ સરકારી અને અર્ધ સરકારીની ભરતી કરી છે. તે પણ પારદર્શી તરીકે કોંગ્રેસના રાજમાં લોકો રૂપિયા આપતા હતા. અમે એક રૂપિયાના ભ્રષ્ટાચાર વગર રોજગારી આપી છે. ખોટા લોકો પરીક્ષામાં પાસ ન થઈ જાય તે માટે પેપર રદ્દ કરી અને તપાસ એટીએસને સોપવામાં આવી હતી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY