કાર્યપાલક ઈજનેર પડી મુન્શી અને સોલંકીને ક્રાઈમ બ્રાન્ચનું સમન્સ

0
7

સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ
બે કાર્યપાલક ઈજનેરો ઉપરાંત નિવૃત્ત કર્મચારી ગજ્જર અને હરેરાશ સિંઘને પણ પૂછપરછ માટે બોલાવાયા
સુરત, તા. ૩
સરથાણા તક્ષશિલા આર્કેડમાં બનેલી આગની દુર્ઘટનામાં ક્રાઈમ બ્રાંચે સુરત મહાનગરપાલિકાના ચાર અધિકારીઅો સામે સીઆરપીસી-૧૬૦ના સમન્સ કાઢી આજે સાંજે સુધીમાં ડીસીબીમાં હાજર થવાનું જણાવવામાં આવ્યું હોવાનું ડીસીબીના એસીપી- આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરથાણા તક્ષીશલા આર્કેડમાં ૨૪મી મેના રોજ લાગેલી ભીષણ આગને કારણે ૨૨ વિદ્યાર્થીઓના કરૂણ મોત નીપજ્યા હતા. સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આઈપીસી- ૩૦૪, ૩૦૮ મુજબનો ગુનો દાખલ કર્યો હતો. જાકે પોલીસ કમિશનર સતીષ શર્માની સૂચનાથી આ ગંભીર ગુનાની તપાસ ડીસીબીને સપુરત કરવામાં આવી હતી. ડીસીબીએ આજે સવારે મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેર પીડી મુનશી, રાંદેર ઝોનના કાર્યપાલક ઈજનેર જયેશ સોલંકી, ગજ્જર (માંજરો) તથા હરેરાશ દૂર્યોધનસિંહ સામે સીઆરપીસી-૧૬૦ મુજબના સમન્સ કાઢી આજે સાંજ સુધીમાં પોલીસ મથકમાં હાજર થવાનું જણાવાયું હોવાનું એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY